Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામમાં ઝોન સ્તરીય મહિલા સંત સમાગમ સંપન્ન

ઉમરગામમાં ઝોન સ્તરીય મહિલા સંત સમાગમ સંપન્ન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ઉમરગામ, તા. ૦૩ ઃ સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના દિવ્ય માર્ગદર્શન તથા પાવન આશીર્વાદથી સંત નિરંકારી મિશનના નેજા હેઠળ સુરત ઝોન દ્વારા ઉમરગામ ખાતે રામ કૃષ્ણા ક્રિકેટ મેદાન, સોળસુંબામાં ભવ્ય ઝોન સ્તરીય મહિલા સંત સમાગમનું આયોજન અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ તથા આધ્યાત્મિક ગરિમા સાથે સંપન્ન થયું.

આ આધ્યાત્મિક સમાગમમાં સુરત ઝોનના સાત સેક્ટરોમાંથી આશરે ૫૦૦૦થી વધુ મહિલાઓઍ ભાગ લઈને આત્મિક ઉન્નયનની પ્રેરણા પ્રા કરી. વાતાવરણ ભક્તિ, સમર્પણ તથા આધ્યાત્મિક ચેતનાથી ભરપૂર રહ્નાં. જામનગરથી પધારેલા નિરંકારી જ્ઞાન પ્રચારક બહેન જ્યોતિ કમલજી ઍ સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજનો સંદેશ સત્સંગ સમક્ષ રજૂ કરતાં કહ્નાં કે મહિલા સશક્તિકરણ માત્ર સામાજિક કે આર્થિક ઉન્નતિ સુધી મર્યાદિત નથી, પરંતુ તેનું વાસ્તવિક સ્વરૂપ આત્મિક જાગૃતિ તથા અંતરમનની પવિત્રતામાં રહેલું છે.સમાગમ દરમિયાન ગીતો, ભજનો, કવિતાઓ તથા આધ્યાત્મિક વિચારો દ્વારા મિશનની માનવીય તથા સાર્વભૌમિક શિક્ષણોને સજીવ રૂપમાં રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમનો દરેક ક્ષણ ભક્તિ-ભાવ, આધ્યાત્મિક ઊર્જા તથા સકારાત્મક ચેતનાથી ઓતપ્રોત રહ્ના.

અંતમાં ઉમરગામના સંયોજક કિશોરભાઈ દેસાઈ જીઍ જામનગરથી પધારેલા બહેન જ્યોતિ કમલજી નું સ્વાગત કર્યું તથા ઉપસ્થિત સમસ્ત સાધ-સંગત પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કર્યો.