Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની રોફેલ કોલેજમાં સ્પોર્ટસ ડે ઉજવાયો

વાપીની રોફેલ કોલેજમાં સ્પોર્ટસ ડે ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૩ ઃ રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની BBA BCA, B.COM અને  BA કોલેજ દ્વારા વિવિધ રમતોનું તારીખ ૨૫/૦૨/૨૦૨૬ થી ૨૭/૦૨/૨૦૨૬ દરમિયાન ૧૦૦ મીટર, ગોળા ફેક, ચક્ર ફેક, બરછી ફેક, બોલ પાસીંગ, રસ્સા-ખેચ, વોલીબોલ, ક્રિકેટ જેવી વિવિધ રમતોમાં કુલ ૮૦૦ વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ડૉ. પ્રિયકાન્ત વેદ અને મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડૉ. કેદાર શુક્લા દ્વારા વિદ્યાર્થીઓમાં રમત ગમતમાં હારજીત હોય છે. પણ ખેલદીલીપૂર્વક સ્પર્ધામાં ભાગ લઇ  રમવા મોટીવેશન સ્પીચ આપવામાં આવી હતી. તમામ કોલેજના અધ્યાપકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓનો સમગ્ર સ્પર્ધામાં સહયોગ રહ્ના હતો.

આ તમામ સ્પર્ધાના વિજેતા અને રનર-અપ વિદ્યાર્થીઓને રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ રોટેરિયન ભરત પટેલ તેમજ રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાકેશ પતવારી અને યુનીવર્સીટીના પ્રોવોસ્ટ ડૉ. વિકાસ દેસાઈ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને આચાર્ય ડૉ. પ્રિયકાન્ત વેદ, મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડૉ. કેદાર શુક્લા તેમજ શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ. દિલીપ ઘોલપ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટીફીકેટ તેમજ મેડલ આપીને પ્રોત્સાહિત કરી  અભિનંદન પાઠવ્યા હતા. તેમની સતત સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.