Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની આર.કે.દેસાઈ બી.સી.ઍ. વિભાગમાં ફેરવેલ પાર્ટી યોજાઈ

વાપીની આર.કે.દેસાઈ બી.સી.ઍ. વિભાગમાં ફેરવેલ પાર્ટી યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૩ ઃ વાપી આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં બી. સી.ઍ.વિભાગમાં અભ્યાસ કરનાર જુનિયર વિદ્યાર્થીઓઍ  સિનીયર વિદ્યાર્થીઓને ફેરવેલપાર્ટી આપી હતી.  જેમાં સાયન્સ સ્ટ્રીમના પ્રિન્સિપલ ડૉ. શુરભી ચૌધરી મૅમ હાજર રહ્ના હતા. જેમાં વિદ્યાર્થીઓઍ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.જેમાં નાટક, ડાન્સ, ગીતોની કૃતિઓ રજૂ કરી હતી. લ્દ્દ્યફુફૂઁદ્દ ંશ્ દ્દત્ર્ફૂ ક્કર્ફૂશ્વ તરીકે દુર્ગા ડિગ્વાની વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. મિત્તલ શાહઍ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી અવસ્થાની જીવન શૈલી કેવી હોવી જોઇઍ અને શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય, કોમ્પ્યુટર ક્ષેત્રે આગળ કઈ રીતે વધી શકાય ઍના વિશે ખુબજ ઉત્સાહભેર સરળ ભાષા શૈલીની અંદર વિદ્યાર્થીઓને સમજૂતી આપી હતી.  કાર્યક્રમના સંચાલન ઍફ .વાય.અને ઍસ.વાય.બી. સી.ઍ ના વિદ્યાર્થિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન પ્રો.ચારવી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ  નું આયોજન પ્રો. જ્યોત્સના ભુબનેશ અને પ્રો. સિદ્ધિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહના અંતે સૌ માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ વ્યવસ્થા ટીયા થોમસ અને દૈનિશા નાયક દ્વારા કરવામાં આવી હતી.

તમામ વિદ્યાર્થીઓઍ આનંદપૂર્વક ભોજન ગ્રહણ કરી મિત્રતા અને સંસ્મરણોની મીઠી યાદો સાથે વિદાય લીધી હતી.આ કાર્યક્રમ ની આભારવિધિ બી. સી .ઍ. વિભાગના હેડ અધ્યાપિકા નેહા પટેલના દ્વારા કરવામાં આવી હતી. આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ અને કોલેજના સર્વ અધ્યાપકોઓઍ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.