Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડના કોઠારી ઉપાશ્રયમાં જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજની ધર્મશાળા યોજાઈ

વલસાડના કોઠારી ઉપાશ્રયમાં જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજની ધર્મશાળા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૩ ઃ મોટાબજાર સ્થિત કોઠારી ઉપાશ્રયે જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજની પાવન નિશ્રામાં ફાગણ ચોમાસી પર્વ નિમિત્તે ધર્મસભાનું આયોજન થયું હતું. આ પાવનપ્રસંગે પૂ. આચાર્ય-વર પદ્મદર્શનસૂરિજી મહારાજે ધર્મપ્રેમી શ્રોતાઓ સમક્ષ જણાવ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્રમાં પર્વો અને ઉત્સવોની હારમાળા ચાલે છે.મનની ગાંઠોને ભેદી નાંખે તે પર્વ છે, ઉત્સાહને વધારે તેને ઉત્સવ કહેવાય.ૅ જ્યાં આત્મલક્ષી સાધના અને આરાધના તે પર્વ છે અને તન, મનને સ્વસ્થ અને -સન્ન બનાવે તે ઉત્સવ છે. સત્કાર્યો કર્યા પછી જે આનંદ આવવો જોઈઍ તે જોવા મળતો નથી. ધર્મ જાણે કે રૂટિન બની ગયો હોય તેવું લાગે છે. જ્યારે વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ જામ્યું છે ત્યારે -ભુને -ાર્થના કરવી જોઈઍ કે આ યુદ્ધ સત્વરે શાંત થાય. શસ્ત્રોથી ક્યારે પણ શાંતિ થવાની નથી. મિસાઈલો કે ડ્રોન દ્વારા જે હાહાકાર થઈ રહ્ના છે તેના કારણે અશાંતિ, અરાજકતા અને અંધાધૂંધી ફેલાશે.