Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ રેલ્વે પોલીસે મૂળ માલિકને મોબાઇલ ફોન પરત કર્યો

વલસાડ રેલ્વે પોલીસે મૂળ માલિકને મોબાઇલ ફોન પરત કર્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ રેલ્વે પોલીસ મથકના પી.આઈ. ઍમ. બી.વસાવા ની  સુચનાથી    વલસાડ રેલ્વે સ્ટેશનને આવતા જતા પેસેન્જરોની ચીજ-વસ્તુઓ ગુમ ન થાય તે માટે પેટ્રોલીંગ રાખવા તેમજ ગુમ થયેલ મોબાઇલ ફોન, મુદામાલ શોધી કાઢી મુળ માલિકોને પરત કરવા જણાવ્યું હતું જેના સંદર્ભે તારીખ ૧૭ /૦૧/ ૨૦૨૬ ના રોજ  ૧૩,૪૯૯ રૂપિયાનો મોબાઈલ ફોન  ઉમેશભાઈ ગોપલભાઇ ખુપસે, રહે-ખોડીયાર રેસિડેન્સી ફલેટ નં. ૧૦૬ શેઠયાનગર પારડી-સાંઢપોર, વલસાડનો મોબાઇલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પેસેન્જરોની ભીંડમાં મોબાઇલ ફોન ગુમ થઈ ગયો હતો જેના સંદર્ભે રેલવે પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી. જે મોબાઇલ શોધી કાઢી મોબાઇલ ફોન મળી આવતા, આજરોજ મોબાઇલ ફોનનાં મુળ માલીક નામે ઉમેશભાઈ ગોપલભાઇ ખુપસે, રહે.ખોડીયાર રેસિડેન્સી ફલેટ નં. ૧૦૬ શેઠયાનગર પારડી-સાંઢપોર, વલસાડને વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન બોલાવી મોબાઇલ ફોન પરત આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરેલ છે.