વલસાડ સરોધી હાઈવે ક્રોસ કરતા આધેડનું મોત
- byDamanganga Times
- 04 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ તાલુકાના સરોધી ગામેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૪૮ ની બાજુમાં બાબાસલોની ધાબા નામની હોટલ દશરથભાઈ દલપતભાઈ સાલવી ની આવેલી છે. આ હોટલમાં છેલ્લા કેટલાક સમયથી બાલ બહાદુર ઈન્દ્રાવદન થાપા ઉંમર વર્ષ ૪૬ બાબા સલોની ધાબા પર રહે છે. ગઈકાલે રાત્રે ઍક કલાકે પોતાનું હોટલનું કામકાજ પતાવી સુરત થી મુંબઈ જતા રોડ ઉપર આવેલ દિલ ખુશ હોટલની સામે ના હાઈવે પરથી હાઈવે રોડ ક્રોસ કરતો હોય કે દરમિયાન ઍક મારુતિ કાર નંબર જીજે ૦૫/ સી વાય ૨૯૦૭ નો ચાલક સમીરભાઈ આદમભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૭ રહે.ખોડલ વાડ ગામ પટેલ ફળિયુ કામરેજ જી સુરત ઍ બાલબહાદુર ઇન્દ્રવંદન થાપા ઉ.વ. ને અડફેટે લેતા તેને માથામાં તથા શરીર નાની મોટી ઇજા થતા ૧૦૮ ની ટીમલી ફોન કરતા ઘટના સ્થળે તાત્કાલિક ૧૦૮ ની ટીમ આવી જોયું તો બાલ બહાદુર થાપા નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાની જાહેર થતાં વલસાડ રૂરલ પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મરણના વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા જે અંગે હોટલ માલિક દશરથભાઈ સાલવીઍ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
