Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીની જ્ઞાનગંગા શાળામાં તિલક હોળી-ધુળેટીની ઉજવણી કરાઈ

વાપીની જ્ઞાનગંગા શાળામાં તિલક હોળી-ધુળેટીની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૩ ઃ વાપી છીરીમાં આવેલ જ્ઞાનગંગા ઇંગ્લીશ મીડીયમ શાળામાં ભારતીય સંસ્કૃતિના મુખ્ય તહેવાર ઍવા હોળી-ધૂળેટીની અનોખી રિતે ઉજવણી કરવામાં આવી છે જેમાં શાળામાં અભ્યાસ કરતા ૧૫૦૦ જેટલા  વિદ્યાર્થીઓઍ,  શિક્ષકો તેમજ મેનેજમેન્ટના સભ્યોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં બાળકોને હોળી અને ધુળેટીની ઉજવણી પાછળની જે પ્રહલાદ અને હરિણ્યકશ્યપની જે પૌરાણિક કથા છે તેની માહિતી આપવામાં આવી હતી તેમજ તેનું મહત્વ સમજવામાં આવ્યું હતું. 

દરમિયાન શાળાના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું તે શાળામાં છેલ્લા દસ વર્ષથી ફૂલોની હોળી અને તિલક ધુળેટીનું આ જ પ્રકારે આયોજન કરવામાં આવે છે જેમાં બાળકો તેમજ શિક્ષકો ઍકબીજાને ફૂલોથી અને તિલક કરી હોળી-ધુળેટી રમાડવામાં આવે છે. જેનાથી બાળકોને જે આજના યુગમાં હાનિકારક કલરના કારણે આંખોમાં તકલીફ ચામડી ઍટલે કે સ્કીનમાં ઇન્ફેક્શન તેમજ પાણીનો બગાડ થતો અટકે છે તેમજ જમીનમાં કેમિકલથી જે અસર થાય છે તે આ પ્રકારે હોળી રમવાથી બિલકુલ થતી નથી તેમજ આપણું શરીર તેમજ પ્રકૃતિને નુકસાન થતું અટકાવવા માટે સુંદર મેસેજ પણ આપી શકાય છે તે હેતુસર શાળામાં ફૂલો દ્વારા તેમજ ઍકબીજાને તિલક કરી રંગોળી રમાડવાનું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે બાળકોને હોળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે. તે માટે પ્રોજેક્ટર ઉપર ભક્ત પ્રહલાદની સ્ટોરી બતાવવામાં આવી હતી. જેથી આજનું બાળક ભારતીય સંસ્કૃતિથી અવગત કરવામાં મદદરૂપ થઈ શકે.