Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપીમાં ગ્રહણને કારણે ધૂળેટી ઠેલાઈ

વાપીમાં ગ્રહણને કારણે ધૂળેટી ઠેલાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૩  ઃ વાપીમાં આજે ચંદ્રગ્રહણને પગલે મંદિરોના કપાટ બંધ કરાયા હતા તો બપોર બાદ રસ્તાઓ સાવ ખાલી ખમ દેખાયા મોડી રાત્રે ફરીથી રસ્તાઓ ધમધમતા જોવા મળ્યા  હતા.

પ્રા વિગત મુજબ આજે ચંદ્રગ્રહણ હોય આ ગ્રહણના વેદ બપોરે બે કલાકે થી ભરાવાની શરૂઆત થઈ હતી જેને લઇ હિન્દુ ધર્મ અને શાસ્ત્રોકલ માન્યતા મુજબ ગ્રહણના સુતકાળમાં ઊંઝા અર્ચના વર્જિત હોવાથી તેમજ મંદિરોમાં મુખ્ય દરવાજા બંધ કરવામાં આવે છે જેને લઇ વાપી ના દેસાઈ વાડ ત્રણ રસ્તા ખાતે આવેલ હનુમાનજી મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર તેમજ શિવ મંદિરો વહેલી સવારથી જ ભક્તોના દર્શન માટે બંધ કરી દેવામાં આવ્યા હતા જોકે આ તમામ મંદિરોને ગ્રહણ છુટ્યા બાદ ગંગાજળ અને દૂધના અભિષેક બાદ ફરીથી પૂજા અર્ચના શરૂ કરવામાં આવશે જોકે આ અંગે મોટાભાગના લોકોઍ ગ્રહણને લઈ ગઈકાલે હોળીકા દહન બાદ આજે ધુળેટી નો ઉત્સવ નહીં મનાવ્યો હતો.