ડુંગરીમાં અકસ્માતમાં ઈજા પામનાર મહિલના દાગીના ૧૦૮ની ટીમે પરત કર્યા
- byDamanganga Times
- 04 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૩ ઃ ડુંગરીમાં આવેલી શાળા પાસે અકસ્માતની ઘટનામાં ઇજા પામેલી મહિલાને ૧૦૮ ઍમ્બ્યુલન્સ ની ટીમે સારવાર આપ્યા બાદ ઍમણે પહેરેલા આશરે ૨૦ લાખના દાગીના ૧૦૮ ના પાયલોટ અને ઇઍમટીઍ તેમના પરિજોનોને પરત આપી માનવતા મહેકાવી છે.
હાલમાં સોના ચાંદીનો ભાવ આત્માને પહોંચી ગયો છે. સોના ચાંદી જો કોઈને મળી જાય કે કોઈ અકસ્માતમાં બેભાન અવસ્થામાં ઇજા પામેલા વ્યક્તિના શરીર પરથી ઉતારી દે તો તેમને ખબર પણ નહીં પડે. ત્યારે વલસાડ નજીકના ડુંગળી ગામે આવેલી ઍક શાળા નજીક અકસ્માતની ઘટના બની હતી ઘટનાની જાણ થતા ૧૦૮ ઍમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ઈજા પામેલી મહિલાને હાથમાં ફેક્ચર અને માથામાં ઇજા પામતા તેમને સ્પાઈન બોર્ડ પર લઈ સર્વાઇકલ કોલર લગાવવામાં આવ્યો હતો અને હાથમાં ફ્રેક્ચર હોવાથી સ્પ્લિટ કરીને ઍમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ વાઇટલ ચેક કર્યા બાદ, ડોક્ટરની સલાહ મુજબ ઇન્જેક્શન અને સારવાર આપી તેમને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ માર્ગ અકસ્માતમાં ગયેલ થયેલી મહિલાના શરીર પરથી આશરે ૨૦ લાખના કિંમત ના દાગીના મળી આવતા તેમણે તેમના પરિજનોને બોલાવી પરત આપી માનવતા મહેકાવી હતી. આશરે ૨૦ લાખો રૂપિયાના દાગીના મિતેશભાઈ ને આપતા તેમણે ૧૦૮ ટીમના તેજલબેન અને રાકેશભાઈ ની ઇમાનદારી અને સમયસર મદદ બદલ આભાર માન્યો હતો.
