Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુરમાં કારની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત

ધરમપુરમાં કારની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૦૩ ઃ ધરમપુર તાલુકાના ધામણી ગામે સાવરમાળ ફળીયા નજીક ધરમપુરથી વેરીભવાડા જતાં માર્ગ પર કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૨૮ વર્ષીય યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

પ્રા માહિતી અનુસાર દાંડવળ ગામના મૂળગામ ફળીયાના રહેવાસી સોમાભાઈ રૂપજીભાઈ વાજવડીયાના પુત્ર કૈલાશભાઈ સોમાભાઈ વાજવડીયા પોતાની હીરો સ્પ્લેન્ડર (રજી. નં. ઞ્થ્-૧૫-ઝ઼ખ્-૦૮૪૧) મોટરસાઇકલ પર પસાર થઈ રહ્ના હતા. તે દરમિયાન સામે દિશાથી આવતી મારુતિ સુઝુકી ઇકો કાર (રજી. નં. ઞ્થ્-૧૫-ઘ્ધ્-૨૭૦૫)ના ચાલક કેતન હસમુખભાઈ પટેલ (રહે. પ્રતાપનગર, તા. વાંસદા) દ્વારા કાર ગફલતભરી અને તેજ ગતિઍ હંકારી બાઈકને જોરદાર ટક્કર મારવામાં આવી હતી.

અકસ્મતમાં કૈલાશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમજ ડાબા પગમાં ફ્રેક્ચર થતાં તેમની હાલત નાજુક બની હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ દરમિયાન જ તેમનું કરુણ અવસાન થયું હતું.

આ બનાવ અંગે પિતા સોમાભાઈ દ્વારા ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.