Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વાપી હાઈવે પર વેચાણ માટે મૂકેલી જુની ક્રેટા કારની ચોરાઈ

વાપી હાઈવે પર વેચાણ માટે મૂકેલી જુની ક્રેટા કારની ચોરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૩ ઃ વાપી જીઆઈડીસી વિસ્તારમાં ઍક જૂની કારના શો-રૂમમાંથી અજાણ્યો તસ્કર હ્નાન્ડાઈ ક્રેટા કાર ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉદવાડાના પ્રજ્ઞેશસિંહ સોલંકીઍ દોઢ મહિના પહેલા જ ખરીદેલી ક્રેટા કાર નંબરઞ્થ્-૧૨-ઘ્ઞ્-૮૦૬૬ ને વેચાણ માટે શો-રૂમની બહાર પાર્ક કરી હતી. ૨૮ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે ૪ વાગ્યાના અરસામાં ઍક અજાણ્યો ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી અથવા અન્ય સાધન વડે ક્રેટા કારનું લોક તોડી તેને ચાલુ કરી દીધી હતી.

કાર ચોરી થતી જોઈ શો-રૂમ પર હાજર વોચમેને તેને રોકવા માટે જોરજોરથી બૂમો પાડી હતી અને પાછળ દોડ્યો હતો, પરંતુ રીઢો કાર ચોર વોચમેનની અવગણના કરી ગાડી પૂરઝડપે હંકારી નાસી છૂટ્યો હતો. આ અંગેની જાણ થતા કાર માલિકે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી, ચોર કાર લઈને કઈ દિશામાં ભાગ્યો છે તે જાણવા અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વાપી જીઆઈડીસી જેવા ધમધમતા વિસ્તારમાં ૨૪ કલાક લોકોની અવર-જવર અને જૂની કાર લે વેચ કરતા સ્થળે વોચમેનની હાજરી છતાં થયેલી આ કારની ચોરીઍ વેપારીઓ અને લોકોમાં ભારે ચિંતા જગાડી છે.