સંજાણ સ્ટેશન પાસેનો અન્ડરપાસ સત્વરે પૂર્ણ કરવા સાંસદની રજુઆત
- byDamanganga Times
- 04 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ અને લોકસભા વ્હીપ ધવલ પટેલે સંજાણ રેલવે સ્ટેશન નજીક લેવલ ક્રોસિંગ-૬૮ (ન્ઘ્-૬૮) પર બની રહેલા અન્ડરપાસના કામમાં થઈ રહેલા વિલંબ અંગે ગંભીરતા દાખવી છે. તેમણે પડ્ઢિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ઝ઼ય્પ્)ને પત્ર લખીને ગર્ડર લોન્ચિંગ માટે તાકીદે ટ્રાફિક બ્લોક આપવા માંગ કરી છે. સાંસદ ધવલ પટેલે રેલવે તંત્રનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, સંજાણ રેલવે સ્ટેશન પાસે આવેલા અન્ડરપાસનું કામ વાહનવ્યવહારની સુગમતા અને સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. આ અન્ડરપાસ તૈયાર થવાથી લેવલ ક્રોસિંગ નાબૂદ થશે, જેનાથી અકસ્માતોની શક્યતા ઘટશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,અન્ડરપાસ માટે જરૂરી ગર્ડર ઇન્સ્ટોલેશનની કામગીરી લાંબા સમયથી પેન્ડિંગ છે. રેલવે તરફથી જરૂરી ટ્રાફિક બ્લોક (ટ્રેનોની અવરજવર રોકીને કરવામાં આવતું કામ) ફાળવવામાં ન આવતા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અટવાયો છે. તેમણે રેલવે તંત્રને વિનંતી કરી છે કે વહેલી તકે જરૂરી મંજૂરી આપી ગર્ડર લોન્ચિંગનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી અન્ડરપાસ જલ્દીથી શરૂ થઈ શકે અને જનતાને તેનો લાભ મળે.
