Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ખેરગામ પોલીસ પાસેથી ૧૫ ગામોનો હવાલો ચીખલીને સોîપાયો

ખેરગામ પોલીસ પાસેથી ૧૫ ગામોનો હવાલો ચીખલીને સોîપાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ચીખલી, તા. ૦૩ ઃ ચીખલી તાલુકા સમાવિષ્ટ ૧૫ જેટલા ગામોને ખેરગામ પોલીસ મથકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જે હવે ફરીથી ચીખલી પોલીસ મથકને કાયદો અને વ્યવસ્થા જાળવવાની સત્તા આપવામાં આવતા હવે ચીખલી પોલીસ મથકમાં ૭૦ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે તારીખ ૧. ૩. ૨૬ ના રોજ થી અમલમાં મૂકવામાં આવ્યો છે. ચીખલી પોલીસ મથકને સ્માર્ટ પોલીસમાં મથકનો દરજ્જો આપવામાં આવ્યો છે જ્યારે ચીખલી માં જ ડીવાયઍસપી બી ડિવિઝન કચેરી પણ કાર્યરત રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે સંભાળવામાં આવી રહ્ના છે જોકે બીજા પોલીસ સ્ટેશનનો ની સરખામણીઍ ચીખલી પોલીસ મથક હેવી પોલીસ મથક તરીકે પણ ગણી શકાય છે ત્યારે ચીખલી તાલુકામાં સમાવિષ્ટ ૧૫ જેટલા ગામો હતા જેનો વહીવટ ખેરગામ પોલીસ મથક દ્વારા કરવામાં આવી રહ્ના હતો પરંતુ વહીવટી સરળતા યોગ્ય રીતે થઈ શકે તે માટે તંત્ર દ્વારા ફરીથી ૧૫ જેટલા ગામોને ખેરગામ પોલીસ સ્ટેશનમાંથી બાદ કરી ચીખલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે જે તારીખ ૧. ૩. ૨૬ ના રોજથી અમલમાં મૂકવામાં આવ્યું છે ત્યારે હવે ખેરગામ પોલીસ મથકમાં માત્ર ૨૨ જેટલા ગામોનો વહીવટ રહ્ના છે જ્યારે ચીખલી પોલીસ મથકમાં ૭૦ જેટલા ગામો નો સમાવેશ થયો છે ત્યારે ચીખલી પોલીસ મથક હવે વધુ ધમધમતું બની રહેશે જોકે ખેરગામ તાલુકામાંથી છૂટા પડી ચીખલી પોલીસ મથકમાં સમાવિષ્ટ કરેલ છે.