Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડી શહેર કોîગ્રેસ સમિતિના નવા પ્રમુખની નિમણૂંક કરાઈ

પારડી શહેર કોîગ્રેસ સમિતિના નવા પ્રમુખની નિમણૂંક કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૩ ઃ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પારડી શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે કપિલકુમાર હળપતિની નિમણૂંક કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશનભાઇ પટેલ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ પારડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કપિલકુમાર કાંતિભાઈ હળપતિની નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે લાંબા સમયથી શહેર પ્રમુખની વરણીનો મુદ્દો ચાલી રહ્ના હતો. નવા પ્રમુખ તરીકે કપિલભાઈની વરણી થતાં અટકણોનો અંત આવ્યો છે. પારડી શહેરના માળખાકીય નવા સંગઠન માટે કોંગ્રેસે પ્રમુખની નિમણૂંક કરી છે હવે પછી સંપૂર્ણ ટીમની નિમણૂંક કરવામાં આવશે. કપિલભાઈની વરણી તથા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઓછા છવાઈ ગયો છે.