ઉમરસાડી માછીવાડમાં પરંપરાગત વૈદિક હોળી મહોત્સવની ઉજવણી
- byDamanganga Times
- 04 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૩ ઃ પારડી તાલુકાના ઊમરસાડી માછીવાડ ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ વૈદિક રીતે ગામમાં ઠેર - ઠેર જગ્યાઍ હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મુર્હત પ્રમાણે સાંજે ૭ઃ૦૦ કલાકે હોળી પ્રજવલિત કરવામાં આવી હતી. હોળીના દર્શન કરવા માટે ગામવાસીઓની દર્શન કરવા માટે ભીડ જામી ગઈ હતી. આ ગામની પરંપરા મુજ ૧ મુજબ જે યુગલ લગ્નગ્રંથિથી જોડાઈ છે ઍ પોતાના ઍ પરિવાર, સગા-સંબંધીઓ સાથે પૂજા અર્ચના વિધીના સામાગ્રી સાથે બેન્ડવાજા, કડવા વાલની પાપડી, ઠંડું - પીણુંની વ્યવસ્થા સાથે પધારી માતાજીની પ્રદક્ષિણા કરી પૂજા - અર્ચના કરી પોતપોતાની મનોકામના પૂર્ણ કરે છે. નવયુગલ દંપતી માતાજીના આશીર્વાદ પ્રા કરે છે. દર્શન બાદ પધારેલ સગાંસંબંધીઓ નાસ્તા, ચા-પાણી પતાવી ગામનાં મંદિરોમાં દર્શન કરી ઘરે પરત ફરે છે.
બીજા દિવસે ધૂળેટીના પાવન પ્રસંગે હોળી ફગવા માટે ગામમાં ફરવાનો રિવાજ છે. શ્રી વિદ્યાર્થી પ્રગતિ મંડળ તથા શ્રી માછી મહાજન પંચ આ બે મંડળો સમગ્ર ગામમાં સવારથી સાંજ સુધી ઘરે ઘરે જઈ ભ્રમણ કરી હોળીનાં ફગવા ઍકત્રિત કરે છે. આ દાનમાં આવેલી રકમ વ્યવસ્થિત જગ્યાઍ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે શ્રી વિદ્યાર્થી પ્રગતિ મંડળઍ ધો.૮થી કોલેજ સુધી અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકનું વિતરણ કરે છે. વર્ષો પહેલાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અર્થે લોન આપવામાં આવતી હતી. આજ રીતે શ્રી માછી મહાજન પંચઍ પ્રા કરેલ હોળીનાં ફગવાની રકમનો ઉપયોગ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર તથા શ્રી સંકટ મોચન હનુમાન મંદિરના પૂજારીઓનો પગાર, પાટોત્સવ, મંદિરનું રિપેર કામ, યજ્ઞહોમ જેવા વિવિધ પ્રસંગોઍ ઉપયોગમાં લેતાં હોય છે. આ રીતે સમગ્ર ગ્રામજનો આનંદ અને ભારે ઉત્સાહથી હોળીના પાવન પર્વની ઉજવણી કરતા નજરે પડે છે.
