Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડીની જે.પી. પારડીવાલા કોલેજના વિદ્યાર્થીઅો વિવિધ રમતોમાં ઝળકયાં

પારડીની જે.પી. પારડીવાલા કોલેજના વિદ્યાર્થીઅો વિવિધ રમતોમાં ઝળકયાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૩ ઃ પારડીમાં જે.પી. પારડીવાલા આર્ટસ ઍન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ ૨૦૨૫-૨૬માં કોલેજના વિદ્યાર્થીઓઍ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગૌરવ વધાર્યું હતું. જેમાં હોકી સિનિયર નેશનલ સ્પર્ધા માટે દીપ કંસારા અને ફેનીલ પટેલની પસંદગી થઈ હતી. તેઓ ઝાંસી મુકામે ગુજરાતની ટીમમાંથી રમવા માટે ગયા હતાં. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોકી ટીમની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પારડી કોલેજના દીપ કંસારા, ફેનિલ પટેલ, દિલીપ ચૌધરી, જેનીશ આહિર, કરણ રાઠોડ, પ્રવીણ ચૌધરી, હાર્દિક માલવકર, દીપ પટેલની પસંદગી થઈ હતી. 

જેઓ ભોપાલ યુનિવર્સિટી ભોપાલ રમવા માટે ગયા હતાં. જેમાં યુનિવર્સિટી ટીમ કેપ્ટન તરીકે આપણી કોલેજના દીપ કંસારાની પસંદગી થઈ હતી. યુનિવર્સિટીની ક્રિકેટ બહેનોની ટીમમાં પાયલ પાટલિયાની ઓપનિંગ બેસ્ટમેન તરીકે પસંદગી થઈ હતી. જેઓ બનસ્થલી યુનિવર્સિટી જયપુર મુકામે રમવા માટે ગયા હતાં.  

હોકી બહેનોની ટીમમાં પ્રિયા પાસવાનની પસંદગી થઈ હતી. જેવો સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી, પૂના મહારાષ્ટ્ર મુકામે રમવા માટે ગયા હતાં. લોન ટેનિસ ભાઈઓની ટીમમાં વિનીત હળપતિની પસંદગી થઈ હતી. 

જેઓ કોલ્હાપુર યુનિવર્સિટી મહારાષ્ટ્ર મુકામે રમવા ગયા હતા. આંતર કોલેજ હોકી ભાઈઓ સ્પર્ધામાં રનર અપ અને કબડ્ડી બહેનોમાં રનરઅપ બની કોલેજને ગૌરવ અપાવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાતના ૫૬માં ખેલકુદ મહોત્સવ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. જેમાં દીપ કંસારાઍ બરછીફેંક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને હથોડા ફેંક ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. 

ઉપરોક્ત તમામ સિદ્ધિ બદલ પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને ટ્રસ્ટ તેમજ કોલેજ પ્રા પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. ગંગાબેન પટેલના માર્ગદર્શન અને સહકારથી જીમખાના સમિતિના અધ્યક્ષ પ્રા. જીતેન્દ્ર ટંડલે ખેલાડીઓને કોચિંગ પૂરું પાડ્યું હતું.