પારડીની ઍન.કે. દેસાઈ કોલેજમાં યુથ ઍસેમ્બલી કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 04 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૩ ઃ ઍન.કે. દેસાઈ સાયન્સ ઍન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વલસાડ દ્વારા પારડી વિધાનસભાનો યુથ ઍસેમ્બલી કાર્યક્રમ તા.૨ માર્ચ, ૨૦૨૬ના રોજ ઍન. કે. દેસાઈ સાયન્સ ઍન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજવામાં આવ્યો હતો. યુથ ઍસેમ્બલી કાર્યક્રમ અંતર્ગત ઍક વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળા અને કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે વલ્લભાશ્રમ સ્કૂલની વિદ્યાર્થીની જાનવી પટેલ દ્વિતીય ક્રમે રોફેલ કોલેજની વિદ્યાર્થીની શુભ્રા ચૌબે તૃતીયક્રમે ઍન કે દેસાઈ સાયન્સ ઍન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની ખુશી પંચાલ તેમજ આશ્વાસન ઇનામ વૈષ્ણવી પ્રજાપતિ તેમજ સની સંકલપુરા વિજેતા જાહેર થયા હતાં. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી તેમજ પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ હાજર રહ્ના હતાં. આ કાર્યક્રમમાં પ્રસંગિક ઉદ્દબોધન તેમજ આભાર વિધિ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડો. દીપેશ શાહે કરી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ડૉ. અજય પટેલ, ડૉ. તપનસિંહ પરમાર તેમજ ડૉ. વિક્રમ ભારત ઍ કામગીરી કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. શિવાની આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન તેમજ સુંદર આયોજન બદલ તેમજ દરેક સ્પર્ધકો ને ભાગ લઈને વિજેતા થવા બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડો. દીપેશ શાહ તેમજ પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈઍ અભિનંદન પાઠવ્યા હતાં.
