નાનાપોઢામાં વર્ષોથી ઍક જ હોળી
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચિવલ, તા. ૦૨ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા ગામમાં વર્ષોથી ઍક અનોખી પરંપરા જીવંત છે – સમગ્ર ગામ માટે ઍકજ હોળી પ્રગટાવવામાં આવે છે.
ગામના દરેક સમાજ અને પ્રજાજનો ઍક સ્થળે ઍક જ હોળી ચકલે ભેગા થઈને હોળી દહન કરે છે, જે ગામની ઍકતા અને સામાજિક સમરસતાનું પ્રતિક બની ગયું છે.
નાનાપોઢાના સરપંચ મુકેશભાઈ પટેલ જણાવે છે કે, હોળી ગામની ઍકતા અને પરંપરાની ઓળખ છે. નાનાપોઢાની આ અનોખી હોળી સમગ્ર જિલ્લામાં સમરસતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.
