Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સાદકપોરમાં બે બાઈક ભટકાતાં ૧ ચાલકનું મોત

સાદકપોરમાં બે બાઈક ભટકાતાં ૧ ચાલકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૦૨ ઃ ચીખલીથી ફડવેલ જતા માર્ગ ઉપર આવેલ સાદકપોર ગામની હદમાં બે મોટરસાયકલ અથડાતા ઍક મોટરસાયકલ સવારને માથામાં ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી થી ફડવેલ જતા માર્ગ ઉપર સાદકપોર ગામની હદમાં જ્યંતીભાઈ ગોવિંદભાઈ પટેલના ઘર સામે સાંજના સમયે ઍક હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે-૨૧-ઍ આર- ૬૫૨૦ ના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલાત ભરી રીતે હંકારી લાવી સામેથી આવી રહેલ બજાજ પ્લેટીના ગાડી નંબર જીજે-૨૧-ઍઍસ-૧૪૯૫ ઉપર સવાર મહેશભાઈ રમણભાઈ પટેલ ઉ.વ.૩૮ રહે. સિયાદા દાદરી ફળિયા જે  મજુરી કામ કરી પરત ફરી રહ્ના હતાં. જેની સાથે ધડાકાભેર મોટરસાયકલ અથડાવી દેતા મહેશભાઈ પટેલ રોડ ઉપર પટકાતા જેને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું જે બનાવ અંગેની ફરિયાદ રમણભાઈ પ્રેમાભાઈ પટેલના ઍ કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે મરનાર મહેશભાઈ રમણભાઈ પટેલ જે ત્રણ દીકરીનો સંતાન હોય અને મા બાપનો ઍકને ઍક દીકરો હોય ત્યારે પરિવારનો આધાર સ્થભ  છીનવાયો છે.