બોઈસરની કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી દોડધામ
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ પાલઘરના બોઈસર ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીઝની ઍક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજને કારણે ૧૫થી વધુ કંપનીના કામદારોને કંપનીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે ૧૦થી વધુ ફાયર ફાઈટર અને ટીમ ઘસી આવી હતી અને ગેસ હવામાં ફેલાતા વાતાવરણ ધુમ્મસભર્યુ બની જવા પામ્યું હતું.
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલ બોઈસરની જીઆઇડીસીની ભગરિયા કેમિકલ લિમિટેડ નામની કંપનીમાં અચાનક બપોરે ઍક કલાકે ગેસ લીકેજ કે કેમિકલ લીકેજ થવાની ઘટના બની હતી અને આ ગેસ ઍટલો ઝેરી હતો કે તાત્કાલિક તેની અસર આ કંપનીની આજુબાજુમાં આવેલી ૧૫ થી ૨૦ કંપનીના કામદારોને અસર કરતા તાત્કાલિક આ તમામ કંપનીના કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે તાત્કાલિક ૧૫થી વધુ ફાયર ફિગર ની ટીમ પહોંચી હતી અને ગેસ લીકેજની કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી.
જોકે આ ઘટનાને પગલે સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં અને તેની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને તેની અસર થતા સમગ્ર દાહણુ જીલ્લો અને પાલઘર તાલુકાના વહીવટી તંત્ર પણ કામે લાગ્યું હતું જો કે મોડી સાંજ સુધી આ ઘટનામાં કેટલા કામદારોને અસર થઈ છે કે ઘટના બનવાનું કારણ પણ અકબંધ રહ્નાં છે.
