વલસાડ જીલ્લાના કામદારો અને સહેલાણીઅો સલામત : પરિવારમાં રાહત
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ છેલ્લા બે દિવસથી મધ્ય-પૂર્વ (પ્જ્ઞ્ફુફુશ્રફૂ ર્ચ્ીસ્ન્દ્દ) માં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા અને ત્યારબાદ ઈરાન દ્વારા કરવામાં આવેલા વળતા પ્રહારોને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે કુવેત અને દુબઈ (શ્ખ્ચ્) માં રહેલા વલસાડ જિલ્લાના મુસાફરો અને કામદારો સુરક્ષિત હોવાની માહિતી સામે આવતા તેમના પરિવારોઍ મોટી રાહત અનુભવી છે. માર્ચ ૨૦૨૬ના પ્રારંભે શરૂ થયેલા આ સૈન્ય સંઘર્ષમાં દુબઈના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ અને કુવેત ઍરપોર્ટ નજીક ડ્રોન અને મિસાઈલના અવશેષો પડવાની ઘટનાઓ બની હતી. આ ઘટનાઓને પગલે સ્થાનિક ઍરપોર્ટ પર ફલાઈટ કામગીરી ખોરવાઈ ગઈ હતી અને ઘણા ભારતીય મુસાફરો ઍરપોર્ટ અથવા હોટલોમાં અટવાઈ પડ્યા હતા.
વલસાડ જિલ્લામાંથી ધંધાર્થે કે પ્રવાસ અર્થે કુવેત અને દુબઈ ગયેલા અનેક મુસાફરો આ તણાવપૂર્ણ સ્થિતિમાં ફસાયા હતા. ત્યારે વલસાડ કૈલાસ રોડ પર રહેતા અને હાલ કુવેત માં કામ નોકરી કરવા ગયેલા દિનેશભાઈ મિસ્ત્રી અને હાલ વલસાડ કૈલાસ રોડ અને દુબઈ મીના બજાર વિસ્તારમાં રહેતા નીતિનભાઈ જોશી વલસાડમાં રહેતા પરિવારોઍ સોશિયલ મીડિયા અને ફોન દ્વારા પોતાના સ્વજનો સાથે સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યું છે કે તેઓ સુરક્ષિત જગ્યાઍ છે. કુવેત અને દુબઈમાં રહેલા વલસાડના અગ્રણીઓઍ પણ ત્યાં ફસાયેલા ગુજરાતીઓને મદદ પહોંચાડવા અને તેમની સુરક્ષા સુનિડ્ઢિત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. ભારત સરકાર અને વિદેશ મંત્રાલય દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બિનજરૂરી અવરજવર ટાળે અને સ્થાનિક દૂતાવાસના સંપર્કમાં રહે છે.
વલસાડમાં રહેતા ઍક મુસાફરના પરિવારે જણાવ્યું કે, જ્યારે સમાચારમાં બોમ્બમારાના અહેવાલો જોયા ત્યારે અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા, પરંતુ હવે અમારા પરિવારજન સાથે વાત થઈ છે અને તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળતા અમને શાંતિ થઈ છે.
હાલમાં ભારત આવતી અને જતી અનેક ફલાઈટ્સ રદ કરવામાં આવી હોવાથી, ઘણા મુસાફરોની ઘરવાપસીમાં થોડો વિલંબ થઈ શકે છે. જોકે, તમામ મુસાફરો સુરક્ષિત હોવાથી જિલ્લામાં રાહતની લાગણી છે.
અમે સલામત છીઍ
ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના ભીષણ હુમલાને કારણે હવાઈયાત્રાઅો સ્થગિત થઈ છે કે રદ થઈ રહી છે ત્યારે ખાડીના દેશોમાં અનેક ભારતીયો ફસાયા છે જેમાં વલસાડ જીલ્લાના પણ ઘણાં લોકોનો સમાવેશ થાય છે. જા કે, આ પૈકીના દુબઈ અને કુવેતમાં કામધંધા માટે ગયેલાં બે વ્યકિતઅોઍ ત્યાથી પોતાનો અનુભવ જણાવ્યો છે. જે મુજબ હાલ વલસાડ અને સાઉદી અરેબિયાના કુવેતમાં નોકરી અર્થે ગયેલા દિનેશભાઈ મિસ્ત્રીઍ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી મધ્યપૂર્વ માં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા અને ત્યારબાદ ઈરાન દ્વારા કરવામાં આવેલા વળતા પ્રહારોને કારણે સમગ્ર વિશ્વમાં તનાવ બન્યો છે ત્યારે જે જગ્યા પર તેઓ નોકરી કરે છે.
ત્યાં તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. જયારે વલસાડના રહેતા અને હાલ દુબઈના મીના બજાર વિસ્તારમાં રહેતા નીતિનભાઈ જોશીઍ જણાવ્યું કે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ ઈરાન દ્વારા વળતા પ્રહારો થઈ રહ્ના છે. જો કે તેઓ આ યુદ્ધ સ્થળેથી લગભગ ૨૦૦ કિલોમીટર જેટલું દૂર હોવાથી તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.
વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા હેલ્પ લાઈન શરૂ કરાઈ
વલસાડના સાંસદ ધવલભાઇ પટેલે હાલમાં આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ સ્થિતિના લીધે હવાઈ મુસાફરીની ઊભી થયેલી કટોકટીના કારણે ડાંગ - વલસાડ - નવસારી જિલ્લાના અનેક યાત્રીઓ ગલ્ફ દેશોમાં અટવાયા છે.આ ચિંતાજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રયાસ થઇ રહ્ના છે.
જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની પણ પૂરતી મદદ મળી રહી છે. ડાંગ - વલસાડ - નવસારી જિલ્લાના કોઈ પણ પ્રવાસીને મદદ કે સેવાની જરૂર હોય તો આપની અથવા આપના પરિવારજનની નીચે મુજબની વિગત અમને જણાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. જેથી અમે આપને બનતી તમામ મદદ કરી શકીઍ.સાંસદ ઓફિસ હેલ્પલાઇનૅં ૮૧૪૦૩૪૭૭૧૩ નંબર આપી હેલ્પલાઇન શરૂ કરી છે.
