Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નવસારી ડેપોને ગોળીગઢ જાત્રા ફળી ઃ રૂ. ૬.૧૩ લાખની આવક મળી

નવસારી ડેપોને ગોળીગઢ જાત્રા ફળી ઃ રૂ. ૬.૧૩ લાખની આવક મળી


(દમણગંગા ટાઈમ્સ)

નવસારી, તા. ૦૨ ઃ સુરત જિ.ના મહુવા તા.નાં વાંસકૂઈ ગામે પ્રતિવર્ષે ફાગણ સુદ પૂનમ-હોળી(તા.૨/૩)નાં આગલા રવિવારે (તા.૧/૩)ગોળીગઢ બાપુ-વાસકૂઈ નો મેળો ભરાયો હતો ગુજરાતભરમાં જાણીતા આ મેળામાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.જેઓની પરિવહન સેવામાં ગુજરાત ઍસટી નિગમની નવસારી ડેપોની ૪૦ બસ-વાહનો જોડાયા હતા. જે દ્વારા ૨૫૪ ફેરા દોડાવી- ૮,૮૪૦ યાત્રાળુઓની હેરફેર કરી રૂ. ૬,૧૨,૬૩૧/- ની અઢળક આવક પ્રા કરી ને પ્રતિ કિમી.દીઠ રૂ.૭૩.૮૯ ની વિક્રમ કમાણી (ઈપીકેઍમ)મેળવી હતી. જે ગત વર્ષ કરતા ઓછા ફેરા લગાવી રૂ.૨૦,૦૦૦/- ની વધુ કમાણી કરી, જે માટે અવ્વલ કેન્દ્ર વ્યવસ્થાપક કલ્પેશ ગાંધી તેમના કર્મચારીઓનો પરિશ્રમ સહકાર આભારી હોવાનું જણાવે છે. ગાંધીઍ શનિવાર રાતથી પર્યા માત્રામાં યાત્રાળુઓ થતાં બસ દોડાવી હતી, ભક્તોને રાહ જોવી ના પડે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.