Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ડાંગ દરબારમાં પીઍસઆઈ દ્વારા નાગરિકો અને સ્ટોલ ધારકો સાથે ગરવર્તણૂકની આક્ષેપ

ડાંગ દરબારમાં પીઍસઆઈ દ્વારા નાગરિકો અને સ્ટોલ ધારકો સાથે ગરવર્તણૂકની આક્ષેપ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૦૨ ઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે હાલ આદિવાસી સમાજના ગૌરવ અને ઐતિહાસિક ઓળખ સમાન લોકઉત્સવ ડાંગ દરબાર ભવ્ય રીતે ઉજવાઈ રહ્ના છે.હોળી પર્વની ઉજવણી પૂર્વે યોજાતો આ મેળો આદિવાસી સમાજ માટે વર્ષનો સૌથી મહત્વનો અને આનંદમય ઉત્સવ ગણાય છે. જિલ્લામાંથી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે મેળાની મજા માણવા ઉમટી રહ્ના છે.પરંતુ આનંદ અને ઉત્સાહના આ માહોલ વચ્ચે શનિવાર રાત્રે મેળા દરમિયાન ફરજ બજાવતા પી.ઍસ.આઈ. ઍસ.બી. ટંડેલના વર્તન અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પ્રા માહિતી મુજબ તેમણે વરિષ્ઠ નાગરિકો, સ્ટોલ ધારકો અને રાઈડ સંચાલકો સાથે ગેરવર્તન કરી મનફાવે તેવી ભાષામાં ગાળાગાળી કરી હોવાના આરોપો ઉઠ્યા છે.તેમજ નિર્દોષ નાગરિકોને બિનજરૂરી રીતે રોકી હેરાનગતિ કરવામાં આવી હોવાની ચર્ચાઓઍ સ્થાનિકોમાં અસંતોષ ફેલાવ્યો છે.ઘટનાની ગંભીરતા ઍટલી વધી કે મામલો વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સુધી પહોંચ્યો હતો.જાણકાર સૂત્રો મુજબ સાંસદે વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.