રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીઍ ડાંગ જિલ્લાની મુલાકાત લીધી
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ)
આહવા, તા. ૦૨ ઃ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામા આહવાના રંગઉપવન ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીઍ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ પ્રાકૃતિક જિલ્લા તરીકે ઉદાહરણરૂપ જિલ્લો બન્યો છે.વર્ષ ૨૦૨૧-૨૨ મા અનેકવાર ડાંગ જિલ્લાની મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઝેરમુક્ત જિલ્લો બનાવી, પ્રાકૃતિક જિલ્લો બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. જે આજે સાકાર થતી જોવા મળી રહી છે. આજે ડાંગની પ્રાકૃતિક પેદાશો ઉપર લોકો વિશ્વાસ મૂકી રહ્નાં છે. ડાંગ જિલ્લાની પ્રાકૃતિક પેદાશોની માંગ ખુબ જ વધવા લાગી છે. ડાંગ જિલ્લાના ખેડૂતો ઝેરમુક્ત ખેતી કરી રહ્નાં છે.
ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકારની દેશી ગાયના નિભાવ ખર્ચની યોજનામાં વર્ષ ૨૦૨૫-૨૬ માં ૨૫૮૨ ખેડુતોને ૧૩૯.૪૩ લાખની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૫-૨૬ માં ૩ ગ્રામ પંચાયત દીઠ કલ્સ્ટર મુજબ કૃષિ વિસ્તરણ તંત્ર મારફતે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા જિલ્લામાં કુલ- ૧૮૪૨ તાલીમનું આયોજન કરી, કુલ-૩૧૫૪૪ થી વધુ ખેડુતોને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે. જેના થકી ૪૩૭૫ થી વધુ નવા ખેડુતોને વિલિંગ ખેડુતો તરીકે પસંદ કરાયા છે. તથા ૪૩૭૫ ખેડૂતોનું પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાયું છે.
આ કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીઍ પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ સખી અને કિસાન મિત્ર સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક પદ્ધતિઓ વિશે વિસ્તાર પૂર્વક ચર્ચા કરી સવાંદ કર્યો હતો. આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, નવસારી કૃષિ યુનિવર્સીટીના કુલપતી, ડાંગ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કાર્યકારી નિયામક, આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર સહિત ડાંગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, માસ્ટર ટ્રેનર ખેડૂતો, કૃષિ સખી બહેનો, તેમજ ચાર હજાર થી વધુ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્નાં હતાં. ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ રાજ્યપાલને બોરખેત સ્તિથ હેલિપેડ ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓઍ આવકાર્યા હતાં. રંગ ઉપવન ખાતે રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓર્નર પણ અપાયું હતું. આ ઉપરાંત રાજ્યપાલઍ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદક સ્ટોલની મુલાકાત લીધી હતી.
