યુઆઈઍમાં ચૂંટણીનો થનગનાટ
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૨ ઃ ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણી જાહેર થતાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્ના છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટના હિતોનું રક્ષણ થાય અને ઉદ્યોગકારોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સક્ષમ અને અનુભવી નેતૃત્વ સંસ્થાને મળે તેવી ઉદ્યોગકારોમાં માંગ ઉઠી રહી છે. આ પરિસ્થિતિમાં કેટલાક સ્થાનિક ઉદ્યોગકારો આજરોજ યુ.આઈ.ઍ.ના પૂર્વ પ્રમુખ નરેશ બાથીયાને મળવા પહોંચ્યા હતાં. આગામી સમયમાં યોજાનારી યુ.આઈ.ઍ.ની ચૂંટણીમાં તેઓ સક્રિય રીતે ભાગ લે તેવી વિનંતી ઉદ્યોગકારોઍ કરી હતી. મુલાકાત અંગે સ્થાનિક ઉદ્યોગપતિ મુસા શેખઍ જણાવ્યું હતું કે પૂર્વ પ્રમુખ નરેશભાઈ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટના હિતમાં અસરકારક કામગીરી કરી શકે ઍવા સક્ષમ નેતા છે. તેથી તેઓ ચૂંટણીમાં ભાગ લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રકાશ વર્માઍ જણાવ્યું હતું કે પૂર્વ પ્રમુખ તરીકે નરેશભાઈની કામગીરી નોંધપાત્ર રહી છે. તેમનો અનુભવ અને કાબેલિયત ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટ માટે અત્યંત ઉપયોગી અને આશીર્વાદરૂપ સાબિત થશે. આ કારણે જ સ્થાનિક ઉદ્યોગકારો તેમની સાથે મુલાકાત કરવા આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
