Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મોટાવાઘછીપાની સ્વૈચ્છિક રક્તદાન શિબીરમાં ૧૨ યુનિટ રક્ત ઍકત્ર કરાયું

મોટાવાઘછીપાની સ્વૈચ્છિક રક્તદાન શિબીરમાં ૧૨ યુનિટ રક્ત ઍકત્ર કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૨ ઃ પારડી તાલુકાના મોટા વાઘછીપા સ્થિત સંસ્કાર કેન્દ્ર શાળામાં તા. ૧ માર્ચ ૨૦૨૬, રવિવારે સ્વૈચ્છિક રક્તદાન શિબીરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞનું આયોજન ધન્વંતરી ચેરીટેબલ ટ્રસ્ટ, ગુજરાત સિકલસેલ રુગ્ણ ફાઉન્ડેશન (સૂચિત) તથા વલસાડ જિલ્લાના સૌ યુવામિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ ુપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ગામના અગ્રણી સરપંચ, કાર્યકરો, સેવાભાવી યુવાનો અને રક્તદાતાઓની ઉપસ્થિતિઍ સમગ્ર કાર્યક્રમને ભવ્યતા આપી હતી. રક્તદાન માટે યુવાનોમાં ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો. શિબીર દરમિયાન કુલ ૧૨ યુનિટ રક્ત ઍકત્ર કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી સાબિત થશે.

આ પ્રસંગે રક્તદાતાઓને ચકલી માળો અને ફૂલછોડ અર્પણ કરી અનોખી રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઍક રક્તદાન – ઍક જીવને જીવન અને ઍક ચકલી ઘર – અનેક પક્ષીઓને આશરો જેવા સંદેશ સાથે માનવતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શિબીરને સફળ બનાવવા ગ્રામ પંચાયત મોટાવાઘછીપા, હોટલ અનાયા, ય્ઘ્પ્ પરિવાર–વિમલ પટેલ, રામદેવ કિરાણા સ્ટોર, માધવ ક્લિનિક–ડૉ. મયંક પટેલ, મહાદેવ કિરાણા સ્ટોર, શ્રી સાંઈ ઍલ્યુમિનિયમ અને દરવાજા, થ્ઝ઼ રેસ્ટોરન્ટ તથા શ્રેયાન ડેકોરેશનનો વિશેષ સહયોગ રહ્ના હતો. અંતે તમામ દાતાઓ, શુભેચ્છકો તથા વલસાડ રક્તદાન કેન્દ્રનો આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.