Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ

વલસાડમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૨ ઃ વિહાન ફિટનેસના ઓનર વિશાલ પાંડે દ્વારા બોડી બિલ્ડીંગ કોમ્પિટિશનનુ આયોજન વલસાડના કૈલાસ રોડ પર આવેલ ઝુલેલાલ મંદિરના ગ્રાઉન્ડમાં   કરવામાં આવ્યું હતું. 

વિહાન ફિટનેસના ઓનર  વિશાલ પાંડે દ્વારા બોડી બિલ્ડીંગ કોમ્પિટિશનનુ આયોજન વલસાડના કૈલાશ રોડ પર આવેલ ઝુલેલાલ મંદિરના ગ્રાઉન્ડમાં  કરવામાં આવ્યું હતું. 

જેમાં જુનિયર / સિનિયર બોડી બિલ્ડીંગ મેન ફિઝિક્સ અને ક્લાસિક ફીજીક્સની કેટેગરી રાખવામાં આવેલ હતી. તેમજ માસ્ટર્સ અને વુમન બોડી બિલ્ડીંગ પણ રાખવામાં આવેલ હતું. જેમાં વલસાડ, પારડી, વાપી, સેલવાસ અને ઉમરગામથી ૧૦૦ જેટલા સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. આ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વિશાલ પાંડે મહેનત કરી હતી જે વલસાડ માટે ગર્વની વાત છે. સ્પર્ધામાં મેન ફિઝિક્સમાં રાહુલ પટેલ બોડી બિલ્ડિંગમાં ચિરાગ દેસાઈ અને ક્લાસિક ફિઝિક્સમાં શ્રીકાંત યાદવ ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન બન્યા હતાં.