નિકોલીમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા પ્રા. શાળાના મકાનનું લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૨ ઃ ઉમરગામ તાલુકાના નિકોલી ગામે નવનિર્મિત પ્રાથમિક શાળાના મકાનનું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
સવારે ૧૧ વાગ્યે ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે શાળાના નવા મકાનનું વિધિવત્ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રણ સ્વીકારી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરતભાઈ જાદવ, જિલ્લા પંચાયત સભ્ય જીગ્નેશભાઈ મરોલીકર, તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન દુમાડા તથા સભ્ય ધનિષાબેન પટેલ ઉપસ્થિત રહ્ના હતાં. આ ઉપરાંત મરોલી ગામના અગ્રણી અને સંગઠન ઉપપ્રમુખ ચિરાગભાઈ પટેલ, ખ્ભ્પ્ઘ્ સભ્ય વિજયભાઈ પાટકર, ધોડીપાડા સરપંચ મીનાબેન પાટકર અને ડિપ્યુટી સરપંચ સરિતાબેન સહિત અન્ય આગેવાનો અને ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતાં. આ નવનિર્મિત શાળા મકાનથી વિસ્તારમાં શિક્ષણને નવી દિશા મળશે અને વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ પ્રા થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
