હાલરની શ્રીમદ ભાગવત કથામાં ભક્તો ઉમટયા
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ હાલર રોડ પર ચાલી રહેલી યુવા કથાકાર દર્શનભાઈ જોષીની ભાગવત કથામાં કથાકાર પ્રફુલભાઇ શુક્લઍ હાજરી આપી હતી. સાથે યુવા કથાકાર કશ્યપભાઈ જાની અને પંકજભાઈ જોષી સહભાગી બન્યા હતાં. આશીર્વાદ આપતા પ્રફુલભાઇ શુક્લઍ કહ્નાં હતું કે દર્શનભાઈ જોષી જેવા યુવા કથાકારોઍ ભાગવત વ્યાસ પીઠ સંભાળી છે ત્યારથી સનાતન ધર્મ અને ભગવદ કથાની પરમ્પરા જળવાઈ રહી છે. નાની ઉંમરમાં દર્શનભાઈ જોષીઍ શ્રીમદ ભાગવત પર પ્રભુત્વ મેળવ્યું છે. હજુ વધારે ઉત્તરોત્તર પ્રગતિ થાય ઍવી શ્રી હરિને પ્રાર્થના છે. દર્શનભાઈની આ ભાગવત કથામાં યુવા કથાકાર આશિષભાઇ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, મિતેશભાઈ જોષી, પાર્થ જોષી, ઑમ જાની, ભાશીન દેસાઈ, હર્ષદભાઈ કટારીયા સહીત મહાનુભાવો પધારીને શુભકામના પાઠવી હતી. યુવા કથાકાર દર્શનભાઈ જોષી આગામી દિવસોમાં સેંગવીમાં રાધાકૃષ્ણ સતસન્ગ અને તિથલમાં હનુમંત કથા કરશે દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત કથાકાર દેવુભાઇ જોષીના જયેષ્ઠ પુત્ર દર્શનભાઈ જોષીની ભાગવત કથા વલસાડ હાલરમાં રંગ જમાવી રહી છે. ભાગવત કથાને ભાવ વિભોર વાતાવરણમાં વિરામ અપાઈ રહ્ના છે.
