વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસો. દ્વારા મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ચેમ્પિયનશિપ રમાશે
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન ઓફ ઈન્ડિયા જે ખેલ મંત્રાલય દ્વારા માન્યતા પ્રા ફેડરેશન છે જેના સંલગ્ન ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશનના નેજા હેઠળ વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા પ્રથમ મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું તારીખ ૦૮/૦૩/૨૦૨૬ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વલસાડના તમામ તાલુકાની મહિલા ટીમોને ટુર્નામેન્ટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે, ટુર્નામેન્ટમા વિજેતા થનાર ટીમને ટ્રોફી, મેડલ અને પ્રમાપત્રથી સન્માનિત કરવામાં આવશે અને રાજ્ય કક્ષાની હરીફાઈમાં ભાગ લેવાની તક મળશે,જ્યારે ભાગ લેનાર તમામ મહિલા ખેલાડીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે, ટૂર્નામેન્ટમા ભાગ લેવા માટે જિલ્લા કોઓર્ડીનેટર નિલેશ કોસીયા કેયુરભાઈ પટેલ તાલુકા ઓર્ડીનેટર વલસાડ સોનલબેન પટેલ, પારડી અશોકભાઈ ટંડેલ, વાપી જીતેન્દ્ર રાઠોડ શીતલબેન ત્રિગોત્રા, ઉમરગામ યોગેશભાઈ મહેર ધરમપુર અશ્વિનભાઇ બસ્તા કપરાડા સંજયભાઈ રાઉત, નાના પોંઢા જે.બી. પટેલનો સંપર્ક કરવા જણાવવા આવ્યું છે.
