વલસાડની શાહ કોમર્સ કોલેજમાં કમ્પ્યુટર સર્ટિફિકેટ વિતરણ કરાયા
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડની શાહ ઍન.ઍચ. કોમર્સ કોલેજના કોમ્પ્યુટર સેન્ટર દ્વારા ભવ્ય સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંદાજે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓઍ ઘ્ઘ્ઘ્ તથા ખ્ણૂણૂં્યઁદ્દસ્ન્ ખ્સ્ન્સ્ન્જ્ઞ્સ્ર્ન્દ્દીઁદ્દ કોમ્પ્યુટર કોર્ષના સર્ટિફિકેટ પ્રા કરી પોતાની મહેનતનું ગૌરવ અનુભવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ ઘ્ખ્ ર્ય્ીરુજ્ઞ્ ઞ્ંત્ર્ફૂશ્ર ઉપસ્થિત રહ્ના હતાં. તેમણે વિદ્યાર્થીઓને ઍકાઉન્ટની સાયકલને શાસ્ત્ર અને શસ્ત્રના ઉત્તમ ઉદાહરણ દ્વારા સરળ અને પ્રભાવશાળી રીતે સમજાવી. સાથે સાથે આધુનિક ઍકાઉન્ટિંગસોફટવેર અને ટેલી અંગે તાજી માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ દુનિયામાં સફળ થવા જરૂરી સ્કિલ્સ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે માત્ર પ્રમાણપત્ર મેળવવું પૂરતું નથી. પરંતુ જ્ઞાનને પ્રયોગમાં મૂકવાની ક્ષમતા વિકસાવવી જરૂરી છે. ટેલી સોફટવેર શીખતી વખતે પ્રેક્ટિકલ વિચારધારા અપનાવવા અને વ્યવહારિક સમજ વિકસાવવાની ખાસ સૂચનાઓ આપી. પોતાના સંબોધનમાં તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે તેમની કારકિર્દીની શરૂઆત પણ આ જકોલેજના કોમ્પ્યુટર સેન્ટરથી થઈ હતી.
કોલેજ દ્વારા આમંત્રણ આપવા બદલ તેમણે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ચાંપાનેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઈ. પ્રિ. ચાંપાનેરીઍ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. વિદ્યાર્થીઓમાં મોહમ્મદ વાસીક, શૈલી મિસ્ત્રી, ક્રીતિકા યાદવ, રાખી ઠાકુર અને ધ્રુવી પ્રજાપતિઍ પોતાના પ્રતિભાવો આપી તેમણે ફેકલ્ટી હેલીબેન પાઠકનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સુંદર અને સંયોજિત સંચાલન ટીસા ગજધર અને ધ્રુવી પ્રજાપતિઍ કર્યું હતું.
અંતમાં આભારવિધિ કોમ્પ્યુટર સેન્ટર હેડ હેલીબેન પાઠકે આટોપી સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો .
