Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ કોઠારી જૈન ઉપાશ્રયમાં ધર્મસભા મળી

વલસાડ કોઠારી જૈન ઉપાશ્રયમાં ધર્મસભા મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૨ ઃ વલસાડમાં મોટાબજારમાં આવેલ  કોઠારી જૈન ઉપાશ્રય ખાતે જૈનાચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજ આદિ મુનિ ભગવંતોની પાવન પધરામણી કરી ત્રણ દિવસની રોકાઈ આચાર્ય પ્રવર  પદ્મદર્શનસૂરિજી મહારાજની નિશ્રામાં ધર્મસભાનું આયોજન થયું હતું. જૈનાચાર્ય પદ્મદર્શનસૂરિજીઍ શ્રોતાઓને  જણાવ્યું હતું કે કામ કરનારાઓને આગળ કરી પ્રશંસા કરો. અત્યારે તો ખોટા માણસો યશ અને પ્રશંસા માટે આગળ આવી રહ્ના છે. સારા માણસો હાંસિયામાં ધકેલાઈ રહ્ના છે. મહારાજે કહ્નાં કે, બીજાના દોષો જોવાને બદલે જાતનાં દોષો જોવા માટે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. માનવજીવનને મુઠ્ઠી ઊંચેરું બનાવવા માટે મોરલ, ઍટીટ્યુડ, ઓનર, ઍપ્રીસીઍટ, વિઝન, ઇન્ટ્રોસ્પેકશન અને રિલેક્સ થવું જરૂરી છે. મૂલ્યો, મર્યાદાઓ અને સભ્યતાઓઍ ભારતદેશની આગવી સંસ્કૃતિ છે. કાળના સપાટામાં મૂલ્યા દિત્રિકનો સફાયો થઈ રહ્ના છે. દુશ્મનને પણ દોસ્ત બનાવવો હશે તો વર્તન અને વ્યવહારમાં બદલાવ લાવવો પડશે. પરાયાને પોતાના બનાવવા માટે માન-સન્માન અને સ્વમાન જળવાવા જોઈઍ. પ્રશંસા તો સહુને વહાલી હોય છે.

અંદર જે છે તે બહાર નથી. જો તમારે જીવનમાં સર્વક્ષેત્રે રિલેક્સ થવું હોય તો બીજાને રિસ્પેક્ટ આપતા શીખો. સુખી થવા માટે સંતુષ્ટ બનો. મારે કાંઈ જોઈતુ નથી. 

મને પ્રભુઍ ખૂબ આપ્યું છે ઍવું વિચારો તો તમે સૌથી સુખી છો.  આત્મસંપ્રેક્ષણા જેવો કોઈ ધર્મ નથી અને આત્મવંચના જેવો કોઈ અધર્મ નથી. બહારની દુનિયાને જોવાને બદલે અંદરની દુનિયાને જોવાનું શરૂ કરો.