Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં રૂ. ૭ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં રસ્તાઓની કામગીરીમાં વિલંબ

વલસાડમાં રૂ. ૭ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં રસ્તાઓની કામગીરીમાં વિલંબ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ શહેરમાં રસ્તાઓના રિફ્રેશિંગ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં શહેરના મુખ્ય અને રહેણાંક વિસ્તારોના રસ્તાઓ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્ના છે. સાત કરોડ જેવી માતબર રકમ મંજૂર થવા છતાં કામગીરીમાં વિલંબ થતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.જો આગામી દિવસોમાં કામગીરી શરૂ નહીં થાય તો જનતા દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વલસાડ શહેરમાં રસ્તાઓના રિફ્રેશિંગ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં શહેરના મુખ્ય અને રહેણાંક વિસ્તારોના રસ્તાઓ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્ના છે. સાત કરોડ જેવી માતબર રકમ મંજૂર થવા છતાં કામગીરીમાં વિલંબ થતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.વલસાડ નગરપાલિકા દ્વારા રસ્તાઓના નવીનીકરણ માટે સાત કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જોકે, આ રકમ કાગળ પર મંજૂર થઈ ગઈ છે પણ રસ્તા પર તેનો અમલ દેખાતો નથી. વલસાડના અનેક વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્ના છે. શહેરના તરિયાવાડ અને છીપવાડ વિસ્તારમાં મુખ્યરસ્તા  સાંકડી ગલીઓ અને ઉખડી ગયેલા ડામરને કારણે રહિશો પરેશાન, ઍમ.જી. રોડ અને શાકભાજી માર્કેટૅં શહેરનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર હોવા છતાં અહીં કાદવ અને ખાડાઓને કારણે ગ્રાહકો અને વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. મોગરાવાડી અને ધોબી તળાવ આ વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થઈ જવાથી વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે.

ધનભૂરા રોડના રસ્તાઓ પર પડેલા બિસ્માર રસ્તાથી વાહનચાલકોની કમર તોડી રહ્ના છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ૅજ્યારે ગ્રાન્ટ મંજૂર થઈ ચૂકી છે, તો કામ શરૂ કરવામાં કેમ વિલંબ કરવામાં આવે છે . માર્કેટ વિસ્તારમાં આવતા લોકોઍ જણાવ્યું કે ખાડાઓને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે આ રસ્તાઓ પર મુસાફરી કરવી જોખમી બની ગઈ છે. નગરપાલિકા વહેલી તકે આ ગ્રાન્ટનો સદુપયોગ કરી યુદ્ધના  ધોરણે રસ્તાનું કામ શરૂ કરે તેવી માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં કામગીરી શરૂ નહીં થાય તો જનતા દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.