Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડમાં શ્રી કચ્છી ભાનુશાલી વાડીનું લોકાર્પણ કરાશે

વલસાડમાં શ્રી કચ્છી ભાનુશાલી વાડીનું લોકાર્પણ કરાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ ધરમપુર હાઇવે પર આવેલ કચ્છી  સમાજ હોલ પરિસરમાં તા.૧૯થી ૨૫ માર્ચ ૨૦૨૬ સમૂહ શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ, વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ,  નવનિર્મિત શ્રી કચ્છી ભાનુશાલી વાડી (ઓધવ ભવન)નાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

શ્રી અખીલ ભારતીય ઓધવ પ્રેમીઓ દ્વારા  વલસાડ કથા સ્થળે  તા. ૧૯-૦૩-૨૦૨૬થી તા.૨૫-૦૩-૨૦૨૬ સુધી  સમૂહ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ ઍવમ્  સદગુરુ ભગવાન શ્રી વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ, નવનિર્મિત શ્રી કચ્છી ભાનુશાલી વાડી (ઓધવ ભવન)નાં લોકાર્પણ જેવા કલ્યાણકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી શ્રી કચ્છી ભાનુશાલી મિત્રમંડળ ટ્રસ્ટ, વલસાડ તથા હરિઓમ પરિવાર ઍવમ્ શ્રી અખીલ ભારતીય ઓધવ પ્રેમીઓ દ્વારા ગુજરાતની પાવન ધરા વલસાડ વૈકુંઠધામ મધ્યે ગુરૂવાર તા.૧૯-૦૩-૨૦૨૬થી ચૈત્ર સુદ સાતમને બુધવાર તા.૨૫-૦૩-૨૦૨૬ સુધી ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસના વ્યાસપીઠાસને સમૂહ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ (૩૦૬ પોથી) ઍવમ્ ચૈત્ર સુદ ચોથને રવિવાર તા. ૨૨-૦૩-૨૦૨૬ના શુભ દિને સદગુરુ ભગવાન શ્રી વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ ઍવમ્  નવનિર્મિત શ્રી કચ્છી ભાનુશાલી વાડી (ઓધવ ભવન)નાં લોકાર્પણ જેવા કલ્યાણકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ તા.૧૯થી ૨૫ માર્ચ ૨૦૨- ત્રિવેણી મહોત્સાવ છે. આશિર્વચન પ્રેરણા સ્ત્રોત ૫.પૂ. સંતશ્રી હરિદાસજી મહારાજ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞન પ્રમુખ આચાર્ય  દિપકભાઈ ખરાશંકર પંડયા - કચ્છ અંજાર હાલે મુલુંડ,  જગદીશ -શાદ ચમોલી - હરિદ્વાર લાલુ મહારાજ ઉપાધ્યાય - વલસાડ વ્યાસપીઠ  શરદભાઈ વ્યાસ (દાદા) (ધરમપુર-વલસાડવાળા) બીરાજશે સમૂહ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ નો ભક્તો ને લાભ લેવા જણાવ્યું છે.