ઊંટડીની શાંતાબેન વિદ્યાભવનનું ગૌરવ
- byDamanganga Times
- 03 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વડોદરામાં ગુજરાતી ભાષાના વિકાસ માટે કાર્યરત રંગ સાહિત્ય સર્જન પરિવારના મોભી ગણાતા ભાષા તજજ્ઞ લેખિકા જયશ્રીબેન પટેલ (દાદીશા)ની અધ્યક્ષતામાં વડોદરામાં ગુજરાતી ભાષાના સર્જકો (લેખકો) માટે ઍક મોટા સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વલસાડના રહેવાસી, શાંતાબેન વિદ્યાભવનના પ્રાથમિક વિભાગના આચાર્યા અને અભય ઉપનામથી ભાષા લેખન દ્વારા ૧૧ પુસ્તકો લખીને સાહિત્ય સર્જનમાં ફાળો આપનાર ભાવનાબેન મિસ્ત્રીનું શાલ ઓઢાડીને, સર્ટીફીકેટ તથા મોમેન્ટો અર્પણ કરીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરામાં લેખક તરીકે સન્માન મેળવીને ભાવનાબેન મિસ્ત્રીઍ ઊંટડીની શાંતાબેન વિદ્યાભવનનું ગૌરવ વધાર્યું છે.
