Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડના અતુલ વિંગ અોવરબ્રીજની ડિઝાઈનથી વાહનચાલકો મુંઝવણમાં

વલસાડના અતુલ વિંગ અોવરબ્રીજની ડિઝાઈનથી વાહનચાલકો મુંઝવણમાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 વલસાડ તા. ૦૨ ઃ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્ના હતાં. તે રેલવે ઓવરબ્રિજ (ન્ઘ્-૯૮) ટીયર-૨, ફેઝ-૧ હેઠળનો અતુલ વિંગ ઓવરબ્રિજ આખરે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. જોકે, આ બ્રિજ શરૂ થતાની સાથે જ તેની અજીબ ડિઝાઇન અને રસ્તાની પહોળાઈને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

આગળથી પહોળો, પાછળથી સાંકડોં ઍન્જિનિયરિંગ કે આયોજનની ખામી બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોના જણાવ્યા મુજબ,  વલસાડ બ્રિજની શરૂઆત (ચઢાણ) સમયે રસ્તો ઘણો પહોળો અને સુવિધાજનક લાગે છે. પરંતુ જેમ જેમ વાહન આગળ વધે છે તેમ બ્રિજનો  પાછળનો હિસ્સો વશીયર તરફ નો ઍકાઍક સાંકડો થઈ જાય છે.

બ્રિજ સાંકડો થવાને કારણે પીક અવર્સમાં વાહનોની લાંબી કતાર લાગવાની શક્યતા છે. પહોળા રસ્તા પરથી ફૂલ સ્પીડમાં આવતા વાહનો જ્યારે અચાનક સાંકડા રસ્તા પર પહોંચે ત્યારે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. બ્રિજ ઉતરતી વખતે રસ્તો સાંકડો હોવાથી ત્યાં વાહનોનો ભરાવો થવો સ્વાભાવિક છે, જે બ્રિજ બનાવવાનો મુખ્ય હેતુ (ટ્રાફિક નિવારણ) જ ખોરવી શકે છે.

સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં ઍવી ચર્ચા છે કે ફેઝ-૧ નું કામ તો પૂરું થયું, પણ શું પાછળના ભાગને પહોળો કરવા માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હતું? કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ જો સામાન્ય જનતા માટે મુસીબત બને, તો તેની ડિઝાઈન પર ગંભીર સવાલો ઉઠે તે સ્વાભાવિક છે.

બ્રિજ બન્યો ઍ સારી વાત છે, પણ આગળથી ચાર ગાડી ચાલી શકે ઍટલી જગ્યા હોય અને પાછળ જતાં રસ્તો સાંકડો થઈ જાય, તો ટ્રાફિક તો ત્યાં જ અટકવાનો છે. તંત્રઍ આ અંગે વિચારવું જોઈતું હતું. હવે જોવાનું ઍ રહેશે કે તંત્ર ફેઝ-૨માં આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે છે કે પછી વલસાડવાસીઓઍ આ ઁસાંકડા-પહોળા રસ્તા સાથે જ સમાધાન કરવું પડશે.