ડાંગ દરબારને લઈને રાજ્યપાલનાં પ્રોટોકોલમાં ઘોર બેદરકારી
- byDamanganga Times
- 02 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૧ ઃ ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઉત્સવ ડાંગ દરબાર-૨૦૨૬ નિમિત્તે રાજ્યના પ્રથમ નાગરિક અને મહામહિમ રાજ્યપાલની મુલાકાત વેળાઍ જ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી ગઈ છે.રાજ્યપાલના સત્તાવાર પ્રોટોકોલ અને મેડિકલ ટીમમાં ફરજ હોવા છતાં, આહવા સિવિલ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડૉ. જ્યોતિ વસાવા ગેરહાજર જણાતા સરકારી તંત્રની લાલિયાવાડી અને શિસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ, ડાંગ દરબારના કાર્યક્રમ અંતર્ગત તા. ૦૧/૦૩/૨૦૨૬ અને ૦૨/૦૩/૨૦૨૬ના રોજ મહામહિમ રાજ્યપાલ આહવા-ડાંગની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન કોઈ પણ તબીબી આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે જનરલ હોસ્પિટલ આહવા દ્વારા ખાસ ઁસ્.સ્.ત્.ભ્ વ્ચ્ખ્પ્ઁ અને ગ્ખ્લ્ચ્ વ્ચ્ખ્પ્ઁ ની રચના કરવામાં આવી હતી.
