Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મગોદના વૃદ્ધનો મોબાઇલ હેક કરી રૂ.૬.૫૦ લાખની લોન લઈ લીધી !

મગોદના વૃદ્ધનો મોબાઇલ હેક કરી રૂ.૬.૫૦ લાખની લોન લઈ લીધી !


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ  વલસાડના મગોદ ગામના  મહા ફળિયામાં રહેતા ૫૪ વર્ષીય વૃદ્ધના ખાતામાંથી  અજાણ્યા ઈ સામે મોબાઈલ હેક કરી તેમની જાણ બહાર ૬.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરતા મામલો વલસાડ સાઇબર ક્રાઇમમાં નોંધાયો છે. વલસાડ તાલુકાના મગોદ ગામના મહા ફળિયામાં સતિષભાઈ મોહનભાઈ પટેલ રહે છે. સતિષભાઈ પટેલનું વલસાડમાં આવેલ   ઍચડીઍફસી બેંકમાં ખાતું ધરાવે છે. ગત ૧૧/૧૨/૨૦૨૫ના રોજ તેમના મોબાઈલ પર ૬,૦૦,૦૦૦ની ઇન્સ્ટા જમ્બો લોન જમા થયાનો મેસેજ આવ્યો હતો. સતિષભાઈઍ આ અંગે બેંકના કર્મચારીનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આ લોન ઓનલાઈન પ્રોસેસથી લેવામાં આવી છે, જોકે તેમણે આવી કોઈ લોન સાયબર ઠગે  ડિજિટલ માધ્યમથી હેક મોબાઈલ દ્વારા બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરીને ૬ લાખની ઈન્સ્ટા જમ્બો લોન મેળવી હતી. ત્યારબાદ, લોનની રકમ અને ખાતામાં રહેલી સિલકને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. ત્યારબાદ, લોનની રકમ અને ખાતામાં રહેલી સિલકને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધી હતી. પોતાની સાથે છેતરપિંડી થતાં સતિષભાઈ પટેલે તાત્કાલિક સાઇબર ક્રાઇમ  હેલ્પ લાઈન પર ફરિયાદ નોંધાવી હતી.