રૂઝવણીમાં યુવાને ઝેરી દવા પી લેતા મોત
- byDamanganga Times
- 02 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧ ઃ ખેરગામ તાલુકાના રૂઝવણી ઝાડી ફળિયા ખાતે રહેતો જય મુકેશ પટેલ ઉ.વ. ૨૬ જેણે તા.૨૪-૨-૨૬ના રોજ બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર કચરું મારવાની ઝેરી દવા પી લીધી હતી. જેને બેભાન અવસ્થામાં ધરમપુર સાઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાર દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના ઍચ.સી કલ્પેશ ઝવેર કરી રહ્ના છે.
