બોડવાંકમાં શેરડીના ખેતરમાંથી દીપડીના ૩ બચ્યા મળ્યા
- byDamanganga Times
- 02 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૧ ઃ ચીખલી તાલુકાના બોડવાક ગામે ઍક શેરડીના ખેતરમાંથી દિપડીનાં ત્રણ બચ્ચા મળી આવતા આ વિસ્તારના રહીશોમાં ગભરાહટ ફેલાઈ જવા પામી છે. ચીખલી તાલુકાના સાદક પોર અને ફડવેલ ગામેથી ઍક જ દિવસના દીપડો અને દીપડી પાંજરે પુરાતા આ વિસ્તારના રહીશોઍ રાહત અનુભવી હતી.
ત્યારે આજરોજ બોડવાક સદર ફળિયા ખાતે દુર્લભભાઈ છગનભાઈ પટેલના શેરડીનું કટીંગ ચાલી રહ્નાં હતું.
દરમિયાન ખેતરમાંથી દીપડીના ત્રણ બચ્ચા મળી આવતા આ વિસ્તારના રહીશોમાં ગભરાહટ ફેલાવા પામી છે. જોકે વન વિભાગે દીપડીના ત્રણ બચ્ચાને ફરીથી દીપડી લઈ જાય તેવી તજવીજ હાથ ધરી છે.
