Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

થ્રીડીમાં માંદગી આત્મહત્યાઅોનું ઍક કારણ

થ્રીડીમાં માંદગી આત્મહત્યાઅોનું ઍક કારણ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૧ ઃ ૨૦૨૩માં દાદરા, નગર, હવેલી અને દમણ અને દીવમાં બિમારીને કારણે ૨૬ લોકોઍ આત્મહત્યા કરી હતી.
ઍક સર્વેક્ષણ ઍજન્સી અનુસાર ભારતમાં બીમારીને કારણે આત્મહત્યાના ૩૨,૫૦૩ કેસ નોંધાયા હતાં. આમાંથી ૪૯ ટકા (૧૫,૯૭૦ કેસ) ક્રોનિક અથવા લાંબા ગાળાની બીમારીઓથી સંબંધિત હતાં. ત્યારબાદ માનસિક બીમારીથી સંબંધિત ૧૩,૯૭૮ કેસ (૪૩ ટકા) છે. દેશમાં સૌથી વધુ આત્મહત્યા તમિલનાડુમાં છે. જેમાં બે વર્ષમાં બીમારીને કારણે ૬,૮૩૮ લોકોઍ આત્મહત્યા કરી છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બીમારીને કારણે ૭૬ લોકોઍ આત્મહત્યા કરી છે. દાદરા, નગર, હવેલી અને દમણ અને દીવમાં ૨૬ લોકોનો સમાવેશ થાય છે.