Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ ડોર-ટુ-ડોર કલેક્શનનો કોન્ટ્રાક્ટ બંધ

વલસાડ ડોર-ટુ-ડોર કલેક્શનનો કોન્ટ્રાક્ટ બંધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ શહેરમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્ના છે. વલસાડ નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ અચાનક બંધ કરી દેવામાં આવતા આખું શહેર ગંદકીના ગંજમાં ફેરવાઈ ગયું છે. નવાઈની વાત ઍ છે કે, પાલિકા દ્વારા વ્યવસ્થા સુધારવાને બદલે માત્ર ટ્રેક્ટરોથી કચરો લેવામાં આવતા સ્થિતિ વધુ વણસી છે.
 છેલ્લા કેટલાક સમયથી કાર્યરત ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ પૂરો થતા અથવા બંધ કરવામાં આવતા કચરો ઉપાડવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.
પાલિકા દ્વારા કચરો ઉઘરાવતા ટ્રેક્ટરો લઈ લેવામાં આવતા સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા જોવા મળી રહ્ના છે. કચરો ન ઉપડાતા શહેરીજનોને અસહ્ના દુર્ગંધનો સામનો કરવો પડી રહ્ના છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધા ન મળતા વલસાડના રહીશોમાં નગરપાલિકાના વહીવટ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે.? તંત્રની ઉદાસીનતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સવારના સમયે આવતી કચરા ગાડીઓ બંધ થઈ જવાથી લોકો હવે જાહેર રસ્તાઓ કે ખુલ્લી જગ્યાઓમાં કચરો ફેંકવા મજબૂર બન્યા છે.
સ્વચ્છ વલસાડના દાવાઓ વચ્ચે પાલિકાની આ આયોજન વગરની કામગીરી ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું ઍ રહ્નાં કે પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શહેરને ફરી સ્વચ્છ બનાવે છે.