બીલીમોરાની સોમનાથ પ્રા. શાળાના ૭૮મા સ્થાપના દિનની ઉજવણી કરાઇ
- byDamanganga Times
- 02 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૧ ઃ બીલીમોરા શહેરની સોમનાથ પ્રાથમિક શાળાના ૭૮મા સ્થાપના દિનની ઉજવણી રવિવારે ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. આ અવસરે શાળામાં સામૂહિક ગાયત્રી મંત્રનું આયોજન કરી હકારાત્મક ઉર્જાનું આહ્વાન કરવામાં આવ્યું હતું, સાથે જ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ મુજબ વિદ્યારંભ સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. રવિવાર હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓઍ બહોળી સંખ્યામાં હાજર રહી શાળા પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવ્યો હતો. આ પ્રસંગે શાળાના પૂર્વ આચાર્ય કિશોરભાઈ પટેલ તરફથી તમામ આગંતુકો માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આચાર્યા લીલાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આજના કાર્યક્રમે શૈક્ષણિક અને આધ્યાત્મિક વાતાવરણને ઍક નવો વળાંક આપ્યો હતો.
