ગણદેવીમાં ટીબીના દદીઅોને વિનામૂલ્યે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 02 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૧ ઃ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા રક્તપિત નિવારણ મંડળ, જિલ્લા ક્ષય કેન્દ્ર નવસારી તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગણદેવીના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે ટીબીના દર્દીઓને વિનામૂલ્યે પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌથી મહત્વની જાહેરાત કરતા જિલ્લા ક્ષય અધિકારી ડો. પિનાકીન પટેલે જણાવ્યું હતું કે, ગણદેવી તાલુકાના તમામ ૬૫ ગામો હવે સંપૂર્ણપણે ટીબી મુક્ત થઈ ગયા છે, જે જાણી ઉપસ્થિત સૌઍ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
ક્ષય નિવારણ મંડળના પ્રમુખ અને વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધ્વર્યુ પોતાના જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરી ૭૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્ના છે. આ અવસરને યાદગાર બનાવવા માટે દુર્વા અને પ્રીતિબેન પ્રજાપતિના સંપૂર્ણ આર્થિક સહયોગથી ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાયજ્ઞઍ સમાજમાં ઍક અનોખી ભાત પાડી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત વલોટીની ઇંગ્લીશ મીડીયમ સ્વામિનારાયણ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી હરિ સેવક દાસજીઍ આશીર્વચન પાઠવતા દર્દીઓને રોગમુક્ત થવા માટે વ્યસનમુક્ત થવાની શીખ આપી હતી. ગણદેવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રાણલાલ પટેલે પરેશભાઈની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે ગણદેવી નગરપાલિકા પ્રમુખ ભાવેશ પટેલ, ઘ્ણ્ઘ્ અધિક્ષક ડો. મિલન પટેલ, ટીબી સુપરવાઇઝર અશ્વિનભાઈ પટેલ, વિરલબેન રાણા, અમિતભાઈ પટેલ તેમજ ગણદેવી નગરના અગ્રણી નાગરિકો, આમંત્રિતો અને જિલ્લા ક્ષય કેન્દ્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
