વલસાડ આઈટીઅો ધર્મેશ ટેકવાનીની આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે બઢતી
- byDamanganga Times
- 02 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ જિલ્લાના આવકવેરા વિભાગ આઇટીઓ (ત્વ્બ્) ધર્મેન્દ્ર ટેકવાનીની વિભાગ દ્વારા આસિસ્ટન્ટ કમિશનર (ખ્ઘ્ત્વ્-ત્ય્લ્) તરીકે બઢતી કરવામાં આવી છે. ત્રણ દાયકાની દીર્ઘકાલીન સેવા અને શ્રેષ્ઠ કામગીરીના ફળસ્વરૂપે તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ધર્મેન્દ્ર ટેકવાનીની કારકિર્દીનું સૌથી ગૌરવપૂર્ણ પાસું ઍ છે કે, દમણમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ૫૩ વર્ષ જૂની ઍટલે કે, વર્ષ ૧૯૭૦-૭૧અને વર્ષ ૧૯૭૧-૭૨ ના વર્ષની ડિમાન્ડની રૂ. ૧૦ કરોડથી વધુની વસૂલાત કરવા બદલ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા તેમને સર્ટીફિકેટ ઓફ ઍક્સેલન્સનો ઍવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વલસાડના કરદાતાઓ વચ્ચે તેઓ ઍક મૃદુ અને સહયોગી અધિકારી તરીકેની છાપ ધરાવે છે. નિયમોનું પાલન કરાવવાની સાથે કરદાતાઓ સાથેનો તેમનો વ્યવહાર હંમેશા પ્રશંસનીય રહ્ના છે, જેના કારણે તેઓ ડિપાર્ટમેન્ટ અને સામાન્ય જનતા બંનેમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
