Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સેલવાસમાં ચેસ ગ્રાન્ડમાસ્ટર સાથે માસ્ટર ક્લાસ સફળતાપૂર્વક યોજાયો

સેલવાસમાં ચેસ ગ્રાન્ડમાસ્ટર સાથે માસ્ટર ક્લાસ સફળતાપૂર્વક યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૧ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વહીવટીતંત્રના રમતગમત અને યુવા બાબતો વિભાગ દ્વારા સિલ્વાસામાં ચેસ ગ્રાન્ડમાસ્ટર સાથે માસ્ટર ક્લાસ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રશાસક પ્રફુલ પટેલના દૂરંદેશી દ્રષ્ટિકોણ અને રમતગમત સચિવ ડૉ. અરુણ ટી. પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં રમતગમતને નવી ઊંચાઈઍ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ, રાજ્યમાં વિવિધ રમતોમાં સતત નવીન અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્નાં છે.
જેમણે રાજ્યમાં ચેસના વિકાસમાં તેમના યોગદાન અને મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. આ કાર્યક્રમ સિલ્વાસાના ડોકામર્ડી ખાતે અબ્દુલ કલામ કોલેજ નજીક, ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ ઍક્સેલન્સ ખાતે યોજાયો હતો. સેન્ટરના ઇન્ચાર્જ પાલબ દાસગુા હાજર રહ્ના હતા. વિભાગના અધિકારીઓ દેવરાજ સિંહ રાઠોડ, મહેશ પટેલ અને સાગર રાવે કાર્યક્રમને સફળ બનાવવામાં નોંધપાત્ર સહયોગ આપ્યો. આ કાર્યક્રમ રાજ્યમાં ચેસના વિકાસ અને યુવાનોને રમતગમત તરફ પ્રેરણા આપવા માટે ઍક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો.