વલસાડ જિલ્લા પી.સી.ઍન્ડ પી.ઍન.ડી.ટી. ઍડવાઈઝરી કમીટિની મીટિંગ મળી
- byDamanganga Times
- 02 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ મેડિકલ કોલેજના કેમ્પસમાં સ્થિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે પીસી ઍન્ડ પીઍનડીટી ઍક્ટ ૧૯૯૪ અન્વયે જિલ્લા ઍડવાઈઝરી કમિટીની મીટિંગ કમિટીના ચેરપર્સન પૂર્વીબેન રાઠોડના અધ્યક્ષસ્થાને મળી હતી.
આ મીટિંગમાં ગત તા. ૨૦/૦૧/૨૦૨૬ના રોજ મળેલી મીટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવી હતી. આ સિવાય નવા સોનોગ્રાફી સેન્ટરના રજિસ્ટ્રેશન માટે આવેલી અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી. પીસી ઍન્ડ પીઍનડીટી ઍક્ટ હેઠળ જમા થતી રજિસ્ટ્રેશન ફીની નાણાકીય સમીક્ષા અને વર્ષ ૨૦૨૫-૨૬ ના ક્રોસ વેરીફિકેશન રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષસ્થાનેથી રજૂ થતા કામોની ચર્ચા કરવામાં આવી હતી.
આ મીટિંગમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઍ. કે. સિંગ, ગાયનેકોલોજિસ્ટ ડો. તરૂણ રાઠોડ, પિડિયાટ્રીશીયન ડો. ચિંટુ ચૌધરી, માઇક્રોબાયોલોજીસ્ટ ડો. પરિમલ પટેલ સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. સબ ડિસ્ટ્રીક્ટ ઍપ્રોપ્રિઍટ ઓથોરીટી (પી.સી.પી.ઍન.ડી.ટી.) અને વલસાડ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. કમલ ચૌધરી, કપરાડાના ડો. મહેશ પટેલ, પારડીના ડો. પ્રકાશ રાઠોડ, વાપીના ડો. મૌનિક પટેલ, ધરમપુરના ડો. જિજ્ઞેશ માહલા, માહિતી શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજ પટેલ અને પીસી ઍન્ડ પીઍનડીટીના પ્રોગામ આસિસ્ટન્ટ પાર્થસિંહ રાવરાણા ઉપસ્થિત રહ્ના હતાં.
