Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથક  વિસ્તારોમાંથી ચોરી  કે ગુમ થયેલા કિંમતી સામાન અંગે ફરિયાદો બાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ૩૩૬ લાભાર્થીઓને ૧.૧૭ કરોડ મુદ્દા માલ સોંપવામાં આવ્યો  છે.
 વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વલસાડના મોંઘાભાઈ હોલ  આયોજિત તેરા તુઝકો અર્પણ કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં  વલસાડ જિલ્લા પોલીસની ટીમોઍ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો હતો. ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવા માટે નાગરિકોને કોર્ટ અને પોલીસ મથકોના ધક્કા ખાવા પડતા હતાં. ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ, વલસાડ જિલ્લા પોલીસે આ પ્રક્રિયાને ઝડપી બનાવી અને કોર્ટ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવીને કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ૩૩૬ લાભાર્થીઓને તેમનો મુદ્દામાલ પરત સોંપ્યો. પરત કરાયેલા  કુલ કિંમત રૂ. ૧.૧૭ કરોડ નો મુદ્દા માલ લાભાર્થીઓને સોંપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત  જિલ્લા પોલીસ વડાઍ  આગામી હોળી, ધુળેટી, રમઝાન અને રામ નવમીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં. વલસાડ જિલ્લામાં તમામ ધર્મના તહેવારો શાંતિપૂર્વક  ઉજવણી કરવા  અપીલ કરી છે. આ કાર્યક્રમમાં વલસાડ ડીવાયઍસપી, વલસાડ સીટી પોલીસ વલસાડ રૂરલ પોલીસ મથક તેમજ અન્ય પોલીસ કોથકના કર્મચારીઓ હાજર રહ્ના હતાં.