Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળાની લાયબ્રેરી મકાનનું ખાતમુહૂર્ત કરાયું

સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળાની લાયબ્રેરી મકાનનું ખાતમુહૂર્ત કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૦૧ ઃ નાનાપોઢા તાલુકાના સુખાલા ગામ ખાતે આવેલી સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળામાં નવી લાયબ્રેરીના મકાનનું ખાતમુહૂર્ત કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે  આવ્યું હતું. ૪૧ વિકાસશીલ તાલુકા યોજના વર્ષ ૨૦૨૫-૨૬ હેઠળ અંદાજે રૂપિયા ૧૫ લાખના ખર્ચે આ લાયબ્રેરી મકાનનું નિર્માણ હાથ ધરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યઍ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓને પ્રાથમિક સ્તરથી જ લાયબ્રેરી જેવી શૈક્ષણિક સુવિધા મળે તે હેતુસર તાલુકામાં આ પ્રથમ લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે સુખાલા ગામ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે અને અહીંના વિદ્યાર્થીઓ હંમેશા શૈક્ષણિક ક્ષેત્રે સારા પરિણામો આપે છે. વધુમાં તેમણે ઉલ્લેખ કર્યો કે તેમના પિતાશ્રીઍ પણ આ જ શાળામાં અભ્યાસ કર્યો હતો, જે તેમના માટે ગૌરવની વાત છે અને ગામ સાથેનો ભાવનાત્મક સંબંધ વધુ મજબૂત બનાવે છે.
ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે જરૂરિયાત મુજબના દરેક વિકાસકાર્યો માટે તેઓ હંમેશા તૈયાર રહેશે. આપણા બાળકો ભવિષ્યમાં આગળ વધે અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે મારું સ્પષ્ટ વિઝન છે, ઍમ તેમણે જણાવ્યું. પૂર્વ અધિક કલેક્ટર જે.ડી. પટેલ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ પટેલે લાયબ્રેરી માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પી. કે. પટેલ, સરપંચ શંકરભાઈ પટેલ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, નિવૃત્ત શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતાં.
સમગ્ર ગામમાં કાર્યક્રમને લઈ ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.