શાહુડા કેન્દ્રની શાળાઓના રમતોત્સવમાં ૧૬૬ વિદ્યાર્થીર્અોઍ ભાગ લીધો
- byDamanganga Times
- 02 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૧ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલી વાલવેરી પ્રાથમિક શાળા ખાતે શ્રી સિદ્ધ સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી તરફથી શાહુડા કેન્દ્રની ૧૧ શાળાઓના કુલ ૧૬૬ વિદ્યાર્થીઓ માટે રમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક વિવિધ રમતગમત પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ ગામના સરપંચઍ દીપ પ્રજ્વલિત કરીને કર્યો હતો. શાળાના બાળકો દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ટ્રસ્ટના ટ્રસ્ટીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ રમોત્સવમાં ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. રીલે દોડ, દોડ સ્પર્ધા, લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ, લંગડી, લાંબી કૂદ અને ગોળાફેંક જેવી રમતો યોજાઈ હતી. તમામ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓઍ પોતાનું કૌશલ્ય અને રમતિયાળ ભાવના દર્શાવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ વાતાવરણ છવાયું હતું. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રસ્ટ તરફથી મેડલ તથા રમકડાં ભેટ આપવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ ૧૬૬ વિદ્યાર્થીઓને કપ ભેટરૂપે આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટ તરફથી ભાગ લેનાર વિદ્યાર્થીઓ, વાલવેરી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફ સહિત કુલ ૩૬૫ લોકોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ આયોજન દાતા નીતાબેન શ્રીપાલભાઈ અને રજતભાઈ કાંતિલાલ વખારીયાના નિમિત્તે અમિતાબેન રજતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હિતેશભાઈ, નિરવભાઈ, હર્ષાબેન, મોનાબેન, ફાલ્ગુનીબેન, ભવ્યાબેન, કામિનીબેન, વિપુલભાઈ, માનસીબેન અને ધર્મેશભાઈ તેમજ શિક્ષક હસમુખભાઈ, હર્ષદભાઈ અને અન્ય શિક્ષકગણ ઉપસ્થિત રહ્ના હતા. આ રમોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થતા સૌઍ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
